|
|
|
અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના વતનીશ્રી વિપુલભાઈ લહેરી દ્વારા ગીધ બચાઓ અભિયાનના ભાગરૂપે ઈ. સ. ૨૦૦૫માં “રાજુલા નેચર કલબ”ની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થા ગીધ પક્ષી અને દરીયાઈ કાચબાના જતન માટે કાર્ય કરે છે
ગુજરાતમાં મુખ્યત્વે ૩ જાતિના ગીધો (૧) સફેદ પીઠ (૨) ગીરનારી ગીધ (૩) રાજગીધ. પાલતુ પશુઓને સારવાર દરમિયાન “પેઈન કીલર” દવા અપાતી હોય છે. પાછળથી જ્યારે પશુ મૃત્યુ પામે ત્યારે કુદરતના સફાઈ કામદાર તરીકે ગીધ તેનુ મારણ કરે છે. પરંતુ મૃત પશુના શરીરમાં રહેલી “પેઈન કીલર” દવા ગીધના શરીરમાં પ્રવેશે છે. જેથી કરીને ગીધ પણ મરણ પામે છે. ૨૦૦૮માં ૩૦૦ ગીધોની સરખામણીએ ૨૦૧૦ માં ૧૭૮ ગીધો નોંધાયા છે. જે ચિંતાનો વિષય છે. આ સંસ્થા દ્વારા પાલતુ પશુઓને “પેઈન કીલર” દવા ન અપાય તે માટે આ સંસ્થા જાગૃતિ અભિયાન ચલાવે છે. બિમાર તથા ઘાયલ ગીધોને રાજુલા વન વિભાગ દ્વારા સારવાર અપાવી કુદરતી વાતાવરણમાં છોડવામાં આવે છે.
ચોમાસા દરમિયાન “ગ્રીન ટર્ટલ” નામના દરિયાઈ કાચબાની પ્રજાતિ દરિયાકિનારે જમીનની અંદર ૧૫૦ – ૨૦૦ ઈંડા મુકી જતા રહે છે. જેમને શિકારી અથવા પશુ પક્ષીઓથી બચાવવા માટે સતત ૨ મહિના સુધી આ ઈંડાનું જતન આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
રાજુલા નેચર કલબ શ્રી વિપુલભાઈ લહેરી મો.૯૮૨૪૧૭૩૦૩૦
|
|
|
|
|
|
|