AmreliOnline.com
જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી


દેશ-વિદેશમાં રહેતા સાધન સંપન્ન લોકો હંમેશા સમાજ માટે કશુંક સારૂ કરી છુટવાની ભાવના ધરાવે છે. આવી વ્યક્તિઓને સમાજમાં ચાલતી સારી પ્રવૃતિઓ, સંસ્થાઓની માહિતી પહોંચાડવાનું માધ્યમ બનવાનો અમારો પ્રયત્ન છે. આપણી કર્મભૂમિ, આપણી માતૃભૂમિ પ્રત્યે ઋણ ચુકવવાની ભાવના જાગૃત કરવા અમો કટીબધ્ધ છીએ.

પર્યાવરણ, સમાજ કલ્યાણ, શિક્ષણ, પશુ – પક્ષી સંરક્ષણ તથા જરૂરિયાત મંદ બાળકો માટે કામ કરતી સરકારી, સહકારી સંસ્થાઓ તથા એન. જી. ઓ., ટ્રસ્ટોની માહિતી અમારી વેબ સાઈટ www.amrelionline.com ના BACK TO SOCIETY વિભાગમાં રજુ કરીએ છીએ.

આ વેબ સાઈટને વધુ માહિતી સભર તથા લોક ઉપયોગી બનાવવા જરૂર છે આપના સહકારની.

અમરેલી જીલ્લામાં કાર્યરત વિવિધ N.G.O., ટ્રસ્ટો, સંસ્થાઓ


મુક બધીર સેવા ટ્રસ્ટ: બહેરા મુંગા બાળકોના સર્વાંગી વિકાસ માટેની સંસ્થા

Reg. No. e/ 1040

જન્મજાત મુક - બધીર (બહેરા મુંગા) બાળકોના વિકાસ માટે 14 / Dec. 2000 ના રોજ શ્રી મંગળદાસભાઈ મહેતાના પ્રયત્નોથી આ સંસ્થાની શરૂઆત કરવામાં આવી.

તાજેતરમાં ડેન્મારકથી રૂ.૩૫૦૦૦/- ની કિંમતનું એક (1) એવા કુલ ૮ વિડેક્ષ મશીન (શ્રવણયંત્ર) આયાત કરવામાં આવેલ. જેને મુંબઈના ડૉ. શ્રી દેવાંગીબેન દલાલ દ્વારા આ સંસ્થાના બાળકોની જરૂરિયાત મુજબ કુલ ૮ બાળકોને ફીટ કરી આપેલ જેના કારણે જન્મથી બધીર એવા બાળકો ધીરે ધીરે સાંભળવા લાગ્યા, તથા ત્યારબાદ અદ્યતન સ્પીચ રૂમની મદદથી બોલતા પણ થયા. જેમને થોડો સમય ટ્રેનિંગ આપી સામાન્ય સ્કુલોમાં સામાન્ય બાળકોની વચ્ચે અભ્યાસ માટે મુકેલ છે. જેના પરિણામો ઘણા આશાવાદી છે. બહેરામુંગા બાળકોને જીંદગીની નવી રાહ દેખાડવા આ સંસ્થા કટીબધ્ધ છે.

મુક બધીર સેવા ટ્રસ્ટ
કમાણી સાયન્સ કોલેજ પાસે
લાઠી રોડ, અમરેલી – ૩૬૫૬૦૧
ગુજરાત.

ફોન : ૦૨૭૯૨ ૨૩૧૪૭૧
મો. ૯૪૨૬૪ ૮૪૪૯૬


દિકરાનું ઘર :વૃધ્ધાશ્રમ

Reg. No. e/571 – 92

સમાજના બદલાતા સમીકરણોને કારણે વૃધ્ધાશ્રમ કે દિકરાના ઘર જેવી સંસ્થાઓનું નિર્માણ થયેલ છે. જે સમાજ માટે વિચાર કરવાનો વિષય છે.

અમરેલી જીલ્લાના વતની શ્રી અમુભાઈ પરીખ પરિવાર દ્વારા ૧૪-૯-૧૯૯૭ ના રોજ પ. પુ. શ્રી રમેશભાઈ ઓઝાનાં વરદ હસ્તે આ સંસ્થાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું

આજરોજ આ સંસ્થામાં લગભગ ૬૫ વૃદ્ધો હુંફ અને સ્વમાનભેર પોતાનું જીવન પસાર કરે છે. આ સંસ્થા દ્વારા વૃદ્ધોને વિનામુલ્યે અથવા ટોકન દરે સાત્વિક ભોજન રહેવાની સ્વચ્છ સગવડ પુરી પાડવામાં આવે છે. સુંદર બગીચો, સત્ સંગ હોલ, મંદિરના સાનિધ્યમાં વૃદ્ધો પોતાનું જીવન પસાર કરે છે. તેમને જીવનમા નવો જોશ ભરવા સમયાંતરે પ્રવાસ તથા તહેવારોની ઊજવણી થતી રહે છે. સમાજ તરફથી છોડાયેલા આ વૃદ્ધોને આરામદાયક, સામાન્ય જીવન જીવવામાં મદદરૂપ થવા આ સંસ્થા કટીબધ્ધ છે.


દિકરાનું ઘર
બ્રાહ્મણ સોસાયટી પાસે
ડૉ. જીવરાજ મહેતા પોલીટેકનીક પાછળ
વરસડા રોડ
અમરેલી – ૩૬૫૬૦૧
ગુજરાત.

ફોન: ૦૨૭૯૨ ૨૨૦૭૩૫


પાવનધામ ગૌ આશ્રમ

અમરેલીના આંગણે રખડતી ભટકતી બીમાર ગાયોનું આશ્રયસ્થાન એટલે પાવનધામ ગૌઆશ્રમ છેલ્લા ૧૨ વર્ષથી ગાયોની સેવામાં ડુબેલા શ્રી નલીનબાપુ દ્વારા લગભગ ૧૦૦ જેટલી દુધ ન આપતી, તરછોડાયેલી બિમાર ગાયોની ઉત્તમ સારવાર આપવામાં આવે છે.

ગાયો પ્લાસ્ટીક ખાવાથી હેરાનગતી પામે છે. પ્લાસ્ટીકનો વપરાશ ઓછો થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે.

“ઈશ્વર ધામ” નામે આશ્રમમાં સમાજના તરછોડાયેલા, ગરીબ, લાચાર ૨૫ જેટલા વ્યક્તિઓને આશ્રય આપવામાં આવે છે. તેમને રહેવાની, જમવાની સગવડ કરી આપવામાં આવે છે.

પાવનધામ આશ્રમ
શ્રી નલીનબાપુ
નાના માચીયાળા પાસે
રાજકોટ રોડ
અમરેલી – ૩૬૫૬૦૧
ગુજરાત.



સ્વર્ગસ્થ જનુભાઈ આચાર્ય રામરોટી અન્નક્ષેત્ર

“અન્નદાન એ મહાદાન ના સિદ્ધાંતોને આધારીત આ સેવાયજ્ઞ છેલ્લા ૨૫ વર્ષથી અવિરત ચલાવવામાં આવે છે. સમાજના ગરીબ, નિરાધાર, લોકોને બે ટંક પુરતુ સાત્વિક ભોજન માટેનું ભગીરથ કાર્ય સંસ્થા કરે છે. પોતાના સ્થળ સિવાય જીલ્લા સિવિલ હોસ્પીટલ ખાતે સમાજના ગરીબ વર્ગ માટે દરરોજ નિશુલ્ક ભોજનનું વિતરણ કરવામાં આવે છે. જેનો લાભ બહોળી સંખ્યામાં લોકો મેળવે છે. વરસાદ, પુર જેવી કુદરતી આપત્તિ એવે સમયે ગરીબ લોકોને ફુડ વિતરણ કરવામાં આવે છે

સ્વર્ગસ્થ જનુભાઈ રામરોટી અન્નક્ષેત્ર
શ્રી પરેશભાઈ આચાર્ય
રામજી મંદિર પાસે અમરેલી – ૩૬૫૬૦૧
ગુજરાત

મો. ૯૪૨૬૪ ૭૧૩૭૧




નીચેની સંસ્થાઓની માહિતી ટુંક સમયમાં મુકવામાં આવશે.

  • રોટરી ક્લબ, અમરેલી
  • લાયન્સ ક્લબ, અમરેલી
  • કેશરી ક્લબ, અમરેલી
  • સરદાર પટેલ ગ્રુપ,
  • જીનીયસ ગ્રુપ, અમરેલી
  • રેડક્રોસ ભવન, અમરેલી
  • સારથી ક્લબ, અમરેલી
  • પરીવર્તન ટ્રસ્ટ, અમરેલી
  • સેવા સમર્પણ ટ્રસ્ટ, અમરેલી