અમરેલી વિષે

અમરેલી ઇતીહાસ
અમરેલી કયારે વસ્‍યું, કોણે વસાવ્‍યું એની કડીબદ્ઘ વિગતો મળતી નથી. ઇ.સ. પંદરમી સદીના શિલાલેખોમાં અમરેલી તરીકે ઉલ્‍લેખ છે. ઇ.સ. છઠ્ઠી સદીના વલભી તામ્રપત્રમાં ‘‘આનુમંજી’’ કહી છે. તો વલભીના જ રાજા ધરસેન (ઇ.સ. ૫૭૧) બીજાના સમયમાં તામ્રપત્રમાં ‘‘અમ્‍બીલીકા’’ ગામનો ઉલ્‍લેખ છે.

શ્રી નાગનાથ મહાદેવ મંદિરમાં સચવાયેલા ઇ.સ. ૧૮૧૭ના શિલાલેખોમાં ‘‘અમરવલ્‍લી’’ અને ‘‘ગીર્વાણવલ્‍લી’’ તરીકે નિર્દેશાઇ છે. સંશોધક, વિવેચકશ્રી નરોત્તમ પલાણ અમરેલીનું મૂળ નામ અમરસ્‍થલી, આમ્રસ્‍થલી કે આમ્રપદ હોવાનું ધારે છે. પ્રાપ્‍ત થયેલા સિક્કાઓ, સંખ્‍યા અને વૈવિધ્‍ય ઉભય દ્રષ્ટિએ અદ્ઘિતીય છે. આવી જ અદ્ઘિતીય દાઢીવાળા ગ્રીકની આકૃતિવાળી માટીની તકતી અને ત્રીજી બાબત સંભવત: આખા પશ્ર્ચિમ ભારતમાં ‘‘વિક્રમસંવત’’ નો પહેલો ઉપયોગ અમરેલીમાં થયો હતો. એના ઉપરથી અમરેલીની પ્રાચીનતાનો ખ્‍યાલ આવી શકે છે.

બાદશાહ અકબરે કાઠિયાવાડ જીતી નવરંગખાન નામનો સૂબો સોરઠમાં મૂકયો. તેણે અમરેલીના નવાપુરામાં વેઠની પ્રથા માફ કરી હતી તે વિગત દર્શાવતો એક શિલાલેખ શ્રી ગિરધરલાલ સંગ્રહાલયમાં મોજૂદ છે જ. જે આ વેઠ લે તેને ‘‘ગધેડે ગાળ’’ લખી છે. તેથી શિલાલેખના અંતે ગધેડાનું એક ચિત્ર પણ કોતરેલ છે.

આ પ્રદેશમાં અંગ્રેજોનું આગમન થયું અને સહાયકારી સંધિના પ્રતાપે અંગ્રેજોએ આધિપત્‍ય જમાવ્‍યું અને વોકર સેટલમેન્‍ટ કરનાર રેસીડેન્‍ટ કર્નલ વોકરના નામે અમરેલીમાં ઇ.સ. ૧૮૮૦માં ‘‘વોકર લાયબ્રેરી’’ ની સ્‍થાપના થઇ હતી.

અમરેલીમાં આજે પણ વોકર લાયબ્રેરી (પુસ્‍તકાલય) , શ્રી નાગનાથનું શૈવમંદિર અને વૈષ્‍ણવોની હવેલી અને રંગમહેલ એક જ વિસ્‍તારમાં અડીખમ ઊભાં છે અને શ્રીમંત સયાજીરાવ ગાયકવાડના વારસ તરીકે ઇતિહાસની ગવાહી આપી રહ્યા છે.

ઇ.સ. ૧૭૩૯માં દામાજીરાવ ગાયકવાડે અમરેલી જીતી લેતાં અમરેલી શહેરને પાંખો ફૂટી નીકળી. અને સોળે કળાએ વિકસવાનો મોકો કળી ગયો. કાઠિયાવાડી દીવાન વિઠ્ઠલરાવ દેવાજી, બુદ્ઘિબળના પ્રતાપે સામાન્‍ય સંત્રીમાંથી ગાયકવાડી સલ્‍તનતના મહામંત્રી પદ સુધી પહોંચી શકયા હતા.

 
અમરેલી જિલ્લો
રાજ મને લાગ્યો કસુંબી નો રંગ નો રંગ લગાડનાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણી, લોકકલા ના –લોક સાહિત્ય ના વારસા ના ભિષ્મપિતામહ લોક કવિ પદ્મ શ્રી દુલા ભાયા કાગ, ‘રે પંખીડા સુખેથી ચણજો’ કહેનાર રાજવી કવિ શ્રી કલાપી, ઉતમ કવિ હંસ, ગુજરાત ના સૌ પ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતા, વિધાનસભા ના ભુતપુર્વ અધ્યક્ષ શ્રી રાધવજીભાઇ લેઉવા, અને રાજ્ય ના મુખ્યસચીવ રહિ ચુકેલા શ્રી પી.કે.લહેરી, વિશ્વ વિખ્યાત જાદુગર શ્રી કે.લાલ, આધુનિક કવિરત્ન સ્વ. રમેશ પારેખ, સંસ્ક્રુતિ સાહિત્ય ના પ્રખર વિદ્વાન, મહામહિમ ભુતપુર્વ રાષ્ટ્રપતિ શ્રી એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા સન્માનિત ડો. વસંતભાઇ પરીખ, સુપ્રસિધ્ધ ચિત્રકાર શ્રી તુફાનશા રફાઇ જેવા અનેક રત્નો જે ધરતી એ આપ્યા છે એ પાણીદાર ધરતી એટલે જ તો અમરેલી જિલ્લો.
 
અમરેલી જિલ્લો - એક નજર

તાલુકા- 11

1. અમરેલી 2. બાબરા 3 ધારી 4. જાફરાબાદ 5. બગસરા 6. વડીયા-કુંકાવાવ
7. ખાંભા  8 લાઠી 9.        લીલીયા 10.રાજુલા 11.સાવરકુંડલા

કુલગામો- 613
શહેરો – 12

1. અમરેલી 2. બાબરા 3 ધારી 4. જાફરાબાદ 5. બગસરા 6. વડીયા-કુંકાવાવ
7. ખાંભા  8 લાઠી 9.        લીલીયા 10.રાજુલા 11.સાવરકુંડલા 12. ચલાલા

વસ્તી

13,93,295 [2001] , પુરુષ-  7,01,384 – સ્ત્રી 6,91,911

અક્ષરજ્ઞાન

 67.72 ટકા - પુરુષ-  77.68 – સ્ત્રી 57.77  

ભૌગોલિક સ્થાન

20.45 થી 22.15 અક્ષાંસ  - 70.39 થી 71.45 રેખાંશ

રેલ્વે  

270.35 કિ.મી.

રસ્તા

રાજ્યધોરી માર્ગો 1033 કિ.મી- પંચાયત માર્ગો 3787 કિ.મી.

નદિઓ

શેત્રુજી, ધાતરવડી, વડી, ઠેબી, કાળુભાર, ધેલો, ગાગડીયો, સાંકરોલી, સાંતલી, નાવલી, શેલ, દેદુમલ, રાયડી, રુપેણ       

પર્વતો

સલેમાલ, રાજમાલ, ચક્રોસર પર્વતમાળા     

વરસાદ       

25 ઇંચ સરેરાશ      

હવામાન      

સુકુ, વધુમા વધુ 45 ઇંચ તથા ઓછામા ઓછુ 4 ઇંચ નોધાયેલ છે.  

પાક   

બાજરી, જુવાર, મગફળી, કપાસ, કેરી, ચીકુ, કેળા, પપૈયા, નાળીયેરી       

પ્રાણી 

જાફરાબાદી ભેંસ પ્રખ્યાત, એશિયાટિક સિંહો

પહેરવેશ

ચોરણી, કેડીયુ, ખેસ, પાધડી – પુરુષ – ચણીયો, કબજો, ઓઢણી – સ્ત્રી

ખનીજો

સફેદ માટી, ચીનાઇ માટી, કેલ્સાઇડ, ચુનાનો પથ્થર, વે-ટોનાઇટ રેતી, ગ્રેનાઇટ       

વિસ્તાર       

ભૌગૌલિક વિસ્તાર- 7,36,366 હેકટર, જંગલ વિસ્તાર- 30,898 હેકટર
ખેતી ની જમીન- 5,91,427 હેકટર, ગોચર ની જમીન- 58,346 હેકટર,
સિચાઇ વિસ્તાર- 86,931 હેકટર

દરિયાઇ ઉત્પાદન       

3 બંદરો મા દરિયાઇ ઉત્પાદન, 60 કિ.મી. નો દરિયોકાંઠો, બોમ્બેટડક (બુમલા) , પાપલેટ મચ્છી, જીંગા

ઉધોગો

લધુ ઉધોગો- 4012, મોટા ઉધોગો- 5, ઔધોગિક સહકારી મંડળીઓ-126   

પાવર સ્ટેશન/
સબ સ્ટેશન   

પાવર સ્ટેશન- 2, સબ સ્ટેશન- 26   

શિક્ષણ સંસ્થાઓ

પોલીટેકનીક કોલેજ- 1, આઇ.ટી.આઇ- 5, પી.ટી.સી.-2, કોલેજ- 14, પ્રાથમીક શાળાઓ- 781, માધ્યમીક શાળાઓ -151